- રશ્મિકા મંદાનાએ અટલ સેતુ પુલનો વિડિયો કર્યો શેર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશ્મિકા મંદાનાની પ્રશંસા કરી
- રશ્મિકાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ' 15ઓગસ્ટના રોજ રીલિઝ થશે
રશ્મિકા મંદાના માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ ખૂબ લોકપ્રિય બની છે. રશ્મિકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે. તે છેલ્લે રણબીર કપૂરની બ્લોકબસ્ટર 'એનિમલ'માં જોવા મળી હતી. હવે રશ્મિકા અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રૂલમાં જોવા મળશે. અભિનેત્રીનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના અટલ સેતુ પુલના વખાણ કરતી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. રશ્મિકાની પોસ્ટ શેર કરતી વખતે પીએમ મોદીજીએ અભિનેત્રીના વખાણ કર્યા છે અને વીડિયોને સંતોષકારક ગણાવ્યો છે.
રશ્મિકા મંદાનાના વીડિયોને શેર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે તેઓ લોકોને જોડીને અને તેમનું જીવન સુધારીને સંતોષ મેળવે છે. વીડિયોમાં રશ્મિકા હાલમાં જ બનેલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર જોવા મળી રહી છે. હાર્બર લિંકને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. આ વીડિયોમાં રશ્મિકા અટલ સેતુના વખાણ કરી રહી છે. તેણી કહે છે- જ્યાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 2 કલાક લેતા હતા, હવે તેઓ માત્ર 20 મિનિટમાં ત્યાં પહોંચી શકે છે.













