• સફળતા પાછળ તનતોડ મહેનત અને આત્મવિશ્વાસ છે
  • ભોજપુરી સિનેમાની દુનિયામાં કમાયું છે ખાસ નામ
  • અભિનયમાં સફળ થયા બાદ એક્ટર રાજનીતિ તરફ વળ્યા

રવિ કિશન સિનેમાની દુનિયાનું એક એવું નામ છે, જેને કોઈ પણ અંદાજમાં ઈગ્નોર કરી શકાય નહીં. ભોજપુરી સિનેમાથી લઈને સાઉથ સુધી રવિ કિશેને અનેક પ્રકારના રોલ કર્યા છે. આ સાથે ભોજપુરી સિનેમાની દુનિયાના સૂર્યની જેમ તેઓ ચમક્યા છે. તેમની સફળતા પાછળ તેમની તનતોડ મહેનત અને આત્મવિશ્વાસ છે. તો એક્ટરના 55 મા જન્મદિવસે જાણો તેમની કારકિર્દીની તમામ મુશ્કેલીઓ અને સફળતાઓ વિશે.

એક્ટરે રાજનીતિમાં પણ મેળવી સફળતા

તમામ મુશ્કેલીઓની વચ્ચે અભિનેતાના ભાગ્યનો સૂર્ય ઉગ્યો તો તેઓએ સફળતાના શિખરો સર કર્યા. તેમના શાનદાર અભિનયના કારણે લોકો તેમને ભોજપુરીના અમિતાભ બચ્ચન કહેવા લાગ્યા. અભિનયની દુનિયામાં કિસ્મત ચમકાવ્યા બાદ રવિ કિશને રાજનીતિની તરફ વળવાનું નક્કી કર્યું. અહીં પણ તેઓએ સફળતા મેળવી. હાલમાં એક્ટર ગોરખપુરના સાંસદ પણ છે.

સંઘર્ષોમાં વીત્યું જીવન

અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા માટે રવિ કિશને ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે. તેમનું બાળપણ આર્થિક તંગીમાં પસાર થયું છે. તેમના અભિનેતા બનવાનો સૌથી મોટો વિરોધ તેમના પિતાએ કર્યો હતો કેમકે તે ઈચ્છતા ન હતા કે તેમનો દીકરો નાચે- ડાન્સ કરે. રવિ કિશનનો જન્મ મુંબઈમાં થયો હતો પણ તેમના પિતાનો વેપાર બંધ થઈ જવાના કારણે તે પોતાના શહેર જોનપુર પરત આવ્યા. રવિ કિશનને બાળપણથી સિનેમાનો શોખ હતો. અભિનયનું ફિતુર એવું ચઢ્યું કે તેઓએ રામલીલામાં સીતાનો રોલ કર્યો. એક વખતે તેઓએ ખુલાસો કર્યો કે અભિનયના સોખના કારણે તેમના પિતાએ તેમને બેલ્ટથી પીટ્યા હતા.

17 વર્ષની ઉંમરે ઘરેથી ભાગ્યા

હીરો બનવાનું સપનું રવિ કિશને બાળપણમાં જોયું હતું. આ વાતનો વિરોધ તેમના પિતા કરતા હતા. આખરે 17 વર્ષની ઉંમરે રવિ કિશને માતા પાસેથી 500 રૂપિયા લીધા અને મુંબઈ આવી ગયા હતા. તેમના સપના પૂરા કરવા તેઓએ પરિવાર છોડ્યો. રવિ કિશને એક વખત કહ્યું કે તેમની માતાએ તેમના સપનાને સમજ્યા અને સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે આ રૂપિયા તેમની માતાએ તેમને આપ્યા હતા.

‘તેરે નામ’થી થયા જાણીતા

રવિ કિશને ભોજપુરી ફિલ્મોમાં તો નામ કમાયું પણ સાથે બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં પણ શાનદાર રોલ કર્યા. ઘરેથી 500 રૂપિયા લઈને આવેલા રવિ કિશન તે ચાલમાં રહ્યા જ્યાં તેમનો પરિવાર પહેલાથી રહેતો હતો. સંઘર્ષ કરતા તેઓએ 1992માં બી ગ્રેડની ફિલ્મ પિતાંબરમાં પણ કામ કર્યું. આ સમયે પણ તેઓ ખાસ કરી શક્યા નહી. પણ તેમની કિસ્મત ફિલ્મ તેરે નામથી ચમકી. ભૂમિકા ચાવલાના પ્રિયતમનો રોલ તેઓએ નિભાવ્યો અને ખાસ ઓળખ મળી. આ પછી તેઓએ અનેક ફિલ્મો કરી.

ગુલાબની પાંખડીઓ પર સૂતા હતા રવિ કિશન

અભિનેતાનો સમય જ્યારે બદલાયો તો તેમની સફળતાનો ખુમાર તેમના પર ચઢવા લાગ્યો. રવિ કિશને કહ્યું કે કેટલાક લોકોની સલાહ માનીને તેઓએ અનેક ભૂલ પણ કરી જેના કારણે તેમને મોટું નુકસાન પણ થયું છે. તેઓએ પોતે કહયું કે તેઓ એક સમયે ગુલાબની પાંખડીઓ પર સૂતા હતા.  

  • Follow us on: