• ફિલ્મે દેશમાં બોક્સ ઓફિસ પર કરી 550 કરોડથી વધુની કમાણી
  • હિન્દી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક
  • શાહરૂખે ફિલ્મની કમાણી વધારવા એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રીની જાહેરાત કરી

શાહરૂખ ખાનની 'જવાન' દેશ વિદેશમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મે ઘરેલૂ બોક્સ ઓફિસ પર 550 કરોડથી વધારેની કમાણી કરી છે અને હવે તે 600 કરોડનો આંકડો પાર કરવા તરફ આગળ વધી રહી છે. આ સાથે વર્લ્ડલાઈન ફિલ્મે હાલમાં જ 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે અને હવે તે હિંદી સિનેમાની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાંથી એક બની છે.

'જવાન' શાહરૂખની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે શાહરૂખની કરિયરમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ કોઈ રહી હોય તો તે 'જવાન' છે. જો કે હવે ફિલ્મની કમાણી ઘટી રહી છે. એવામાં મેકર્સે દર્શકોને સિનેમાઘરમાં બોલાવવા માટે નવો કીમિયો અપનાવ્યો છે અને ટિકિટ પર ખાસ ઓફર એનાઉન્સ કરી છે.

મેકર્સે 'જવાન'ની ટિકિટ પર એનાઉન્સ કરી મોટી ઓફર

મેકર્સે 'જવાન'ની ઘટતી કમાણીને જોતાં તેની ટિકિટ પર ખાસ ઓફર આપી છે. એક પોસ્ટમાં કહેવાયું છે કે ડબલ ધમાકા...સિંગલ ભાવ. જેમ કે આઝાદની સાથે વિક્રમ રાઠોડ. તમારી સાથે કોઈ પણ જઈ શકે છે. એક ટિકિટ ખરીદવા પર બીજી ફ્રીમાં મળશે. આ ઓફર આવતીકાલથી એટલે કે 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો તમે તમારા પ્રિય વ્યક્તિની સાથે 'જવાન'ને એન્જોય કરો. તમારા નજીકના થિયેટરમાં- હિંદી, તમિલ અને તેલુગુમાં.

 

'જવાન'ની ટિકિટ પર ઓફર્સને કિંગ ખાને કરી જાહેર

શાહરૂખે પણ ટ્વિટર પર ઓફર્સને જાહેર કરી છે. ભાઈને, બહેનને, દુશ્મનને...મિત્રને...અને હાં, પ્રેમને...કાલે 'જવાન' બતાવજો. કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ એટલે કે પરિવારને... બધા માટે એક સાથે એક ટિકિટ ફ્રી....તો કાલથી પરિવાર અને તમામ લોકો સાથે મજા કરો. એક ટિકિટ ખરીદો અને બીજી ફ્રીમાં મેળવો. પરિવારની સાથે ફ્રીમાં મનોરંજનનો લાભ લો.

 

'જવાન'ની ઘટતી કમાણીને વધારવા માટે મેકર્સની સ્ટ્રેટેજી કરશે કામ?

થિયેટર્સમાં આજે દ વેક્સીન વોર અને ફુકરે રીલિઝ થઈ છે. એવામાં 'જવાન'ની કમાણી પર અસર થવાની શક્યતા છે. તેને જોતાં મેકર્સે 'જવાન'ની ટિકિટને લઈને નવો દાવ રમ્યો છે. આમ તો ત્રીજા અઠવાડિયામાં શાહરૂખની ફિલ્મની કમાણીમાં ઘટાડો આવ્યો છે અને સાથે તે ડબલ ડિજિટથી સિંગલ અંકમાં આવી ચૂકી છે. એવામાં ફિલ્મના કલેક્શનને વધારવા અને ઓડિયન્સને થિયેટર્સમાં પહોંચાડવા માટે એક ટિકિટ પર એક ફ્રીની ઓફર લાવી છે. હવે જોવાની વાત એ છે કે મેકર્સની આ સ્ટ્રેટેજી 'જવાન'નું કલેક્શન વધારી શકે છે કે નહીં. 

  • Follow us on: