- ફિલ્મે ભારતમાં 310 કરોડ રૂપિયાનો કર્યો કારોબાર
- 500 કરોડની કમાણી કરનારી તમિલ ફિલ્મમાં ચોથા નંબરે પહોંચી
- 11 દિવસમાં બજેટથી બમણી કમાણી કરનારી ફિલ્મ બની
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયનું તગડું ફેન ફોલોઈંગ છે. ફેન્સની વચ્ચે તેમની ફિલ્મોનો ક્રેઝ પણ વધી રહ્યો છે. જ્યારે પણ તેમની કોઈ નવી ફિલ્મ રીલિઝ થાય છે તો તેમના ફેન્સને ખૂબ પ્રેમ મળે છે અને તે તગડી કમાણી પણ કરે છે. હાલમાં તેમની રીલિઝ થયેલી ફિલ્મ લિયો ચર્ચામાં છે. જે 19 ઓક્ટોબરે થિયેટર્સમાં રીલિઝ થઈ છે.
11 દિવસમાં બનાવ્યો મોટો રેકોર્ડ
વિજયની આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. તેમનો એક્શન અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. આ કારણ છે કે ફિલ્મને રીલિઝ થયાને 11 દિવસ જ થયા છે અને આ સમયે તેણે નવો મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ 500 કરોડના આંકને પાર કરી ચૂકી છે.
વિજયની લિયોનો રેકોર્ડ
રિપોર્ટ્સનું માનવું છે કે 29 ઓક્ટોબરે લિયોએ દુનિયાભરથી 25 કરોડ રૂપિયા પોતાના નામે કર્યા છે. આ પછી ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 509 કરોડ થઈ છે. તેમાં 310 કરોડનો કારોબાર ફક્ત ભારતમાં થયો છે. લિયો 500 કરોડના આંકને પાર કરનારી ચોથી તમિલ ફિલ્મ બની છે. આ પહેલાના લિસ્ટમાં પહેલા નંબરે 2.0, બીજા નંબરે પીએસ 1 અને ત્રીજા નંબરે જેલર છે.
કોણ કોણ છે ફિલ્મમાં સામેલ
લિયોનું ડાયરેક્શન લોકેશ કનગરાજે કર્યું છે. વિજયની સાથે આ ફિલ્મમાં સાઉથની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણન જોવા મળી છે. સંજય દત્ત પણ આ ફિલ્મનો ભાગ છે. તે ફિલ્મના મેન વિલનના રૂપમાં જોવા મળે છે. તેનો રોલ, લૂક પણ લોકોને પસંદ આવી રહ્યો છે.
કેટલું હતું લિયોનું બજેટ
લિયોને બનાવવામાં મેકર્સે અનેકગણા રૂપિયા ખર્ચ કર્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ ફિલ્મનું બજેટ 250-300 કરોડની વચ્ચે છે. ફક્ત 11 દિવસમાં જ વિજયની ફિલ્મે લગભગ બજેટની બમણી કમાણી કરી લીધી છે અને હજુ પણ તે જોરશોરથી કમાણી કરી રહી છે.