ફિલ્મો બનાવવી એ એક સમયે ફિલ્મ નિર્માતાઓનો શોખ હતો, પરંતુ આજે તે માત્ર બોક્સ ઓફિસના આંકડા પૂરતો મર્યાદિત છે. પરિણામે, મોટાભાગની ફિલ્મો તેમની બોક્સ ઓફિસ સફળતા છતાં દર્શકો પર સારી અસર છોડવામાં નિષ્ફળ જાય છે.જ્યારે 80ના દાયકામાં મોટાભાગની ફિલ્મો ફોર્મ્યુલા આધારીત હતી, ત્યારે એક ડાયરેક્ટર એટલા જિદ્દી હતા કે તેમની 4 ફિલ્મો સળંગ ફ્લોપ થઈ હતી. તેમની કારકીર્દી પુરી થવાની અણી પર હતી ત્યારે એક ટોચની અભિનેત્રીએ તેનો હાથ પકડીને તેની ડૂબતી હોડીને બચાવી લીધી.


યશ ચોપરાની ગણતરી બોલિવૂડના સુપરહિટ ફિલ્મ નિર્માતાઓમાં થાય છે, જેમણે 'કભી કભી', 'સિલસિલા', 'ડર' અને 'દિલ તો પાગલ હૈ' જેવી શાનદાર ફિલ્મો બનાવી હતી. જ્યારે આખું બોલિવૂડ ફોર્મ્યુલા આધારીત ફિલ્મો બનાવીને બોક્સ ઓફિસ પરથી કમાણી કરવામાં વ્યસ્ત હતું, ત્યારે યશ ચોપડા મક્કમ હતા કે તેઓ ફક્ત તે જ ફિલ્મો બનાવશ, જે તેના હૃદયને આશ્વાસન આપશે. પરંતુ કંઈક અલગ કરવાની તેની ઈચ્છાને કારણે તેની સતત ચાર ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. તેના પ્રોડક્શન હાઉસને તાળું લાગવાનું હતું, પરંતુ તેનાથી તેનો જુસ્સો ઓછો થયો નહીં.

ચાંદની ફિલ્મમાં શ્રી દેવીનો રેલ પહેલા રેખાને અપાયો હતો.

શ્રીદેવી તેમના મુશ્કેલ સમયમાં યશ ચોપરા માટે દેવદૂતથી ઓછી નહોતી. વાસ્તવમાં, શ્રીદેવીએ ફિલ્મ 'ચાંદની' માટે સંમતી આપીને પોતાનું કરિયર ડૂબતું બચાવ્યું હતું. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, યશે અગાઉ ફિલ્મ 'ચાંદની'માં લીડ રોલ માટે રેખાનો સંપર્ક કર્યો હતો. રેખાએ રિજેક્ટ કર્યા બાદ આ રોલ શ્રી દેવીને આપવામાં આવ્યો.

શ્રી દેવી યશ ચોપડા માટે દેવદૂત બનીને આવી

નેટફ્લિક્સ ફિલ્મ 'ધ રોમેન્ટિક્સ'માં અનિલ કપૂરે કહ્યું હતું કે યશ ચોપરા સતત ફ્લોપ થવાના કારણે ડિપ્રેશનમાં હતા, તેથી તેમણે બોની કપૂરને શ્રીદેવીની કાસ્ટિંગ માટે પૂછ્યું. શ્રીદેવીની યશ ચોપરા સાથેની ફિલ્મ 'ચાંદની' સુપરહિટ થઈ હતી. યશ ચોપરાએ કહ્યું હતું કે જ્યારે ઈન્ડસ્ટ્રી ટોપ પર હતી ત્યારે મેં સૌથી મોટો જુગાર રમ્યો હતો. મેં ફોર્મ્યુલા ફિલ્મો ન બનાવવાનું નક્કી કર્યું. હૃદયને સ્પર્શી જાય એવી ફિલ્મો જ બનાવવાનું વચન આપ્યું.

ફિલ્મ 'ચાંદની'માં કામ કરીને શ્રીદેવીએ યશ ચોપરાની ડૂબતી કરિયરને ફરી જીવંત કરી હતી. 8 કરોડ રૂપિયામાં બનેલી 'ચાંદની' બોક્સ ઓફિસ પર 27.2 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મને દર્શકોની સાથે વિવેચકોએ પણ વખાણી હતી. આ ફિલ્મ ઋષિ કપૂરની કારકિર્દી માટે પણ વરદાન સાબિત થઈ હતી.


  • Follow us on: