• ઉર્વશી રૌતેલા ફરી એકવાર અંગત જીવનને લઈને ચર્ચામાં
  • ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી
  • ઉર્વશી રૌતેલા ફ્રેન્ચ ફૂટબોલરના પ્રેમમાં હોવાની ચર્ચાઓ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી અને ક્રિકેટર રિષભ પંત રિલેશનશિપમાં હોવાની અફવાઓ ઘણી વખત આવી છે. જોકે, રિષભ સાથેના રિલેશનના સમાચાર બધી અફવાઓ હતી. પરંતુ આ વખતે લાગે છે કે ઉર્વશીએ પોતે જ તેના સંબંધો પર મહોર મારી દીધી છે. મિસ્ટ્રી મેન સાથે અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઉર્વશી ફ્રેન્ચ ફૂટબોલરના પ્રેમમાં!

ઉર્વશી રૌતેલાએ થોડા સમય પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ આ પોસ્ટમાં બે ફોટા શેર કર્યા છે. આ સિવાય તેના કેપ્શનમાં બ્લેક કલરનું હાર્ટ ઈમોજી પણ મુક્યું હતું. આ સિવાય ઉર્વશીએ આ પોસ્ટમાં #love #UrvashiRautela #UR1 #UR7 #karimbenzema #benzemaના હેસ્ટેગ નાખ્યા છે. ઉર્વશીની આ પોસ્ટ જોઈને ચાહકોએ ફરી અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે અભિનેત્રી ફ્રેન્ચ ફૂટબોલર કરીમ બેન્ઝેમાને ડેટ કરી રહી છે. જોકે, આ સમાચાર પર હજુ સુધી ઉર્વશી કે કરીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો તેને સત્તાવાર જાહેર કરવામાં આવી છે.

ફેન્સે આપી પ્રતિક્રિયા

અભિનેત્રીની આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર bollywoodnow નામના પેજ પર પણ શેર કરવામાં આવી છે. હવે એ શક્ય નથી કે ઉર્વશી વિશે આવા સમાચાર આવે અને ફેન્સ ચૂપ રહે. ફેન્સે ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી કે આવું હોઈ ન શકે. એક યુઝરે પોતાની કોમેન્ટમાં તેને ફોટોશોપ કહ્યો અને લખ્યું કે નાઇસ ફોટોશોપ. હવે લોકો આ પોસ્ટ પર વિવિધ પ્રકારની ટીપ્પણી કરી રહ્યા છે.


  • Follow us on: