• બંનેમાંથી કોઈએ આ સંબંધને લઈને ટિપ્પણી કરી નથી
  • બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હોવાના સમાચાર વાયરલ
  • એક્ટ્રેસે લગ્નને લઈને 2 શબ્દનો ટૂંકો જવાબ આપ્યો

ભારતીય ક્રિકેટર ઋષભ પંત એક ભયાનક કાર અકસ્માત બાદ IPL 2024માં ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. આ વખતે તે દિલ્હી કેપિટલ્સની આગેવાની કરતો જોવા મળી રહ્યો છે. જો કે, ક્રિકેટ ન રમી હોવા છતાં પણ તે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહ્યો હતો. જેનું કારણ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથેના તેના સંબંધો છે. એવા અહેવાલો હતા કે બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈએ ટિપ્પણી કરી નથી. પરંતુ તાજેતરમાં ફિલ્મજ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને ઋષભ પંત વિશે પૂછવામાં આવ્યું તો તેણે પ્રતિક્રિયા આપી.

જાણો ઉર્વશીએ શું આપ્યો જવાબ

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ઉર્વશી રૌતેલાને પંત સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે નો કોમેન્ટ કહીને આ સવાલનો ટૂંકો જવાબ આપ્યો. જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અભિનેત્રી ઘણીવાર ચાહકો અને ટ્રોલર્સને જવાબ આપતી જોવા મળે છે.

નોંધનીય છે કે પંત અને રૌતેલા વચ્ચે ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ જ્યારે રૌતેલાએ ભારતની એશિયા કપ 2022ની મેચ દરમિયાન દુબઈમાં પોતાની હાજરી નોંધાવી. આ પછી, ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમની ભાગીદારી સાથે ઓસ્ટ્રેલિયામાં તેનો સમાવેશ ચર્ચાનો વિષય બન્યો હતો. પછી થયું એવું કે સોશિયલ મીડિયા યુઝર્સે ક્રિકેટર સાથે જોડાયેલા સવાલો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.

  • Follow us on: