- વાયરલ વીડિયોમાં રણબીર કેક પર દારૂ નાખી જય માતાદી બોલ્યો
- ક્રિસમસ પાર્ટીમાં કપૂર પરિવાર ભાન ભુલ્યું
- ધાર્મિક ભાવનાને ઠેસ અંગેની ફરિયાદ નોંધાઈ
બોલિવૂડના અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો સામે ધાર્મિક ભાવનાને હાનિ પહોંચાડવાના આરોપની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ પ્રમાણે એક્ટર રણબીર દ્વારા ક્રિસમસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્રિસમસ સેલિબ્રેશનનો કેક કટિંગનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. જેમાં રણબીર કેક પર દારૂ નાખીને જય માતાદી બોલતો નજરે પડી રહ્યો છે. આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસતા નજરે પડે છે. આ વીડિયોને લઈ એક વ્યકિતએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં વકીલ મારફતે જાણવાજોગ નોંધાવાઈ છે. જો કે હજી આ મુદ્દે પોલીસ ફરિયાદ સત્તાવાર નથી નોંધાઈ.
જાણવાજોગ પ્રમાણે એવો દાવો કરાયો છે કે કેક પર દારૂ નાખી જય માતાદી બોલતા ધાર્મિક લાગણીને હાનિ પહોંચી હતી. હિંદુ ધર્મમાં અન્ય દેવતાઓનું આહ્વાન કરવાની પહેલા અગ્નિ દેવતાને આહ્વાન કરાય છે. પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોને બીજા ધર્મના તહેવારની ઉજવણી કરતા જાણી જોઈએ નશીલા પદાર્થનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત જય માતાદી કહેવાનો જાણવાજોગમાં આક્ષેપ કરાયો છે. આનાથી ફરિયાદીની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી. જો કે પોલીસે અત્યાર સુધી ફરિયાદ નથી નોંધી.













