• ચણાનો લોટ અને ડુંગળીની મદદથી બનશે ભજીયા
  • ટેસ્ટી અને હેલ્ધી ભજીયા વધારશે નાસ્તાનો સ્વાદ
  • ગરમ અને હેલ્ધી નાસ્તો બનાવી દેશે દિવસ

હાલમાં ગુજરાતમાં શિયાળાની સાથે વરસાદી માહોલ પણ જામ્યો છે. આ સમયે સાથે આજે રવિવારની રજા પણ છે. આ સમયે જો તમે સવારને ખાસ બનાવવા ઈચ્છો છો તો ઘરની વસ્તુઓથી ચાની સાથે ફટાફટ ઓનિયન ભજીયા એટલે કે ડુંગળીના ભજીયા બનાવી શકો છો. ડુંગળી તમામ વ્યક્તિના રસોડામાં મળી રહે છે. આ ભજીયા બનાવવા માટે તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર રહેશે નહીં અને તરત જ મીનિટોમાં ગરમાગરમ નાસ્તો બની જશે. તો રાહ જોયા વિના ઘરે બનાવી લો આ ભજીયા.

ડુંગળીના ભજીયા

સામગ્રી

-3 નંગ ડુંગળી

-2 કપ ચણાનો લોટ

-4 ટેબલ સ્પૂન કોર્નફ્લોર

-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર

-2 લીલા મરચાં

-1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર

-1/2 કપ તેલ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ ડુંગળીને સ્લાઈસમાં સમારી લો જેથી તેની ગોળ રિંગ બને. હવે એક બાઉલમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને લાલ મરચાંનો પાવડર મિક્સ કરો. તેમાં પાણી ઉમેરીને મિક્સ કરીને ખીરું બનાવો. તેમાં લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરો અને સાથે બેકિંગ પાવડર પણ મિક્સ કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ખીરામાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો. ગરમા-ગરમ ડુંગળીના ભજીયાને ટોમેટો સોસ કે ફૂદીના ચટણી સાથે સર્વ કરી શકો.

  • Follow us on: