• ક્રિકેટ બોક્ષ બનાવતી વખતે લોખંડની પ્લેટ પડી
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • અલથાણના આગમ શોપિંગ સેન્ટર નજીકનો બનાવ

સુરતમાં વધુ એક દુર્ઘટના બની છે જેમાં અલથાણ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર એક દુ:ખદ ઘટના બની છે, જેમાં એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે. જ્યારે બે શ્રમિકો પર લોખંડની પ્લેટ પડતાં ઈજાગ્રસ્ત થયા છે. આ પછી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની માહિતી અનુસાર, અલથાણ વિસ્તારના આગમ શોપિંગ સેન્ટર નજીક નવનિર્મિત બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ પ્રકારની ઘટના બની છે. જેમાં બિલ્ડીંગની સાઈટ પરથી કોઈ લોખંડની પ્લેટ પડતા ત્રણ કામદારોને ઈજા પહોંચી હતી અને જેમાં એક કામદારનું મોત થયું છે જ્યારે બીજા બે કામદારોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તેમજ બિલ્ડિંગ ક્નસ્ટ્રક્શન સાઈટ પર ક્રિકેટ બોક્ષ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તેવી પણ વિગતો સામે આવી રહી છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઘણાં કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા અને અચાનક જ લોખંડની પ્લેટ પડતા ત્રણ કામદારોને ગંભીર ઈજા થઈ હતી.

જે પછી સાઈટ પર એમ્બ્યુલન્સના માધ્યમથી ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદાર મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે કામદારો સારવાર હેઠળ છે. 

  • Follow us on: