• ચાલુ ટ્રેનમાંથી નીચે પડેલી મહિલાને ત્વરિત સારવાર અપાઇ
  • મણીનગર રેલ્વે ટ્રેક પરથી માત્ર 4 મિનિટમાં મહિલાને એમ્બ્યુલન્સમાં ખસેડાઈ
  • મહિલાને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી

અમદાવાદના મણીનગર રેલવે ટ્રેક પાસે ચાલુ ટ્રેનમાંથી મહિલા નીચે પટકાઈ હોવાની ઘટના બની છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રેનમાંથી પડેલી મહિલાને 108 મારફતે હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી છે.

આ દરમિયાન ચાલુ ટ્રેનમાંથી નીચે પડેલી મહિલાને ત્વરિત સારવાર અપાઇ હતી. આ દરમિયાન 108 ને કોલ મળ્યા ના માત્ર 11 મિનિટમાં જ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં મહિલાને સારવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સે 2 કિમીનું અંતર માત્ર 4 મિનિટમાં કાપવામાં આવ્યું હતું.


એટલું જ નહીં મણીનગર રેલ્વે ટ્રેક પરથી માત્ર 4 મિનિટમાં મહિલાને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મહિલાને એમ્બ્યુલન્સમાં ખસેડ્યાના માત્ર 4 મિનિટમાં મહિલાને એલજી હોસ્પિટલ પહોંચાડી હતી. જેની સાથે 108 મારફતે થયેલી પ્રશંસાપાત્ર કામગીરી કરવામાં આવી હતી.


  • Follow us on: