ગીર સોમનાથમાં વધુ એક જુગારધામ પર પોલીસે દરોડા પાડયા છે,જેમાં રિસોર્ટ ભાડે રાખીને જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાઈ ગયા છે,પોલીસે તમામની ધરપકડ કરી છે.સાસણ રોડ પર આવેલા ગીરપ્લસ રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા,પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે દરોડા પાડયા હતા જેમાં પોલીસે રિસોર્ટના સંચાલકની પણ ધરપકડ કરી છે.


ફાર્મ હાઉસમાં જુગાર રમતા કુલ 16 જુગારી ઝડપાયા

જુગાર રમવા માટે ફાર્મ હાઉસ રાખવું એ જુગારીઓ માટે નવો ટ્રેન્ડ બન્યો છે,ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને જેલ હવાલે કરવા માટે શોધતી જ હોય છે.ગીર સોમનાથના એક રિસોર્ટમાં રાજકોટ,જૂનાગઢ,અમરેલીથી જુગાર રમવા માટે આવ્યા હતા અને પોલીસે બાતમીના આધારે તમામ લોકોને ઝડપી પાડયા છે,જુગાર રમવા માટે આવતા લોકો માટે તમામ વ્યવસ્થા કરાતી હોવાની માહિતી પણ સૂત્રો તરફથી મળી હતી,પોલીસે 58,000 રોકડ, 4 કાર, 18 મોબાઇલ કબજે કરી કુલ 21.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

24 માર્ચ 2025ના રોજ પણ અન્ય રિસોર્ટમાં જુગારીઓ ઝડપાયા હતા

સાસણગીરના રિસોર્ટમાં જુગાર રમતા 55 જુગારીઓ ઝડપાઈ ગયા છે,જેમાં 55 જુગારીઓ પાસેથી 2.34 કરોડનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે,આરોપીઓને રાખવા માટે પોલીસને લોકઅપ પણ ટૂંકુ પડયુ હતુ તો એલસીબી પોલીસે રાત્રે 2 વાગે આરોપીઓને તલાલ પોલીસને સોંપ્યા હતા,પોલીસે કુલ મળીને 2.34 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો.ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં આ રેડ કરવામાં આવી હતી,કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ રામી મુખ્ય સૂત્રધાર હતો.

  • Follow us on: