• રવિરાજસિંહ ઝાલા અને હરવિજય ઝાલાની અટકાયત
  • મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસ પકડથી દૂર
  • ધર્મેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર

મોરબીના વાંકાનેરમાં ડુપ્લીકેટ ટોલનાકાનો મામલે ઘણી ચર્ચાઓ સામે આવી રહી છે. જેમાં હવે મહિના બાદ આ મામલે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. આ મામલે વાંકાનેર પોલીસ દ્વારા વિધિવત ધરપકડની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છેકે વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહન ચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજય જયુભા ઝાલા ની અટકાયત કરવામાં આવી છે.

જોકે નકલી ટોલનાકા કાંડમાં હજી પણ તપાસનો દોર ચાલી રહ્યો છે. જેમાં હજી પણ મુખ્ય આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે. તેમજ ઘણાં અન્ય ખુલાસા સામે આવી રહ્યા છે. વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતા આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયો હતો. દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. અનેક સવાલ આ મુદ્દે થવા સ્વાભાવિક છે.

  • Follow us on: