- વાંકાનેર પોલીસે સરકાર તરફથી FIR નોંધવાની તજવીજ
- સેફ વે કંપનીએ TBR કંપનીને પેટા કોન્ટ્રાકટ આપ્યાનું ખૂલ્યું
- પોલીસ 5 થી 6 શખ્સો સામે નોંધી શકે છે નામજોગ ફરિયાદ
રાજ્યમાં નકલી મસાલા, નકલી ઘી-પનીર પછી હવે મોરબીના વાંકાનેરના વઘાસિયા પાસે ગેરકાયદે ટોલનાકાનો મામલો સામે આવ્યો છે. જેમાં ટોલનાકાના સંચાલકોની પોલીસ ફરિયાદ આપવા ગલ્લા તલ્લા ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે હવે ગાંધીનગર સુધી ફરિયાદ સામે આવીરહી છે. જેમાં નકલી ટોલનાકા મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આપતાં જણાવ્યું છેકે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં પ્રાંત અધિકારી અને DySPને તપાસ સોંપવામાં આવી છે.
આ તરફ મોરબી નકલી ટોલનાકા મુદ્દે SP રાહુલ ત્રિપાઠીનું પણ નિવેદન આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. નકલી ટોકનાકા મુદ્દે અમને કોઈ ફરિયાદ નથી મળી. તેમજ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સમગ્ર મામલે વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસે સરકાર તરફ થી FIR નોંધવાની તજવીજ કરી શરૂ છે. જ્યારે નેશનલ હાઈ વે ઓર્થોરિટી દ્વારા સેફ વે કંપનીને કોન્ટ્રાકટ આપ્યો અને સેફ વે કંપનીએ TBR કંપનીને પેટા કોન્ટ્રાકટ આપ્યો હોવા સામે આવ્યું છે. જેમાં પોલીસ નામ જોગ પાંચ થી છ શખ્સો સામે ફરિયાદ નોંધી શકે છે.

મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઝડપાયું છે. જેમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતુ હોવાનો દાવો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હતો. જેમાં ટોલનાકુ ઉભુ કરી કરોડોની ઉઘરાણી કર્યાનો આક્ષેપ છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવતા હતા.
એટલું જ નહીં આ ટોલનાકા પર ફોર વ્હીલના રૂપિયા 50, નાના ટ્રકના 100 રૂપિયા ઉઘરાવતા હતા. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનાં આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે.