ગુજરાતમાં કોરોનાના કુલ 338 કેસ હાલ એકટિવ છે જેમાં અમદાવાદમાં 2 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હોવાની વાત સામે આવી છે, કોરોનાથી 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું મોત અને કોરોનાના કારણે 47 વર્ષીય મહિલાનું મોત થયું છે, અમદાવાદમાં હાલ 197 કોરોનાના એક્ટિવ કેસ છે, તો ગુજરાતમાં 24 કલાકમાં 50 નવા કેસ સામે આવ્યા જેમાં સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત કોરોનામાં ત્રીજા ક્રમે છે.


અમદાવાદમાં કોરોનાથી 2ના મોત

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, 18 વર્ષીય ગર્ભવતી યુવતી અને 47 વર્ષીય મહિલાનું એલજી હોસ્પિટલમાં મોત થયું છે, યુવતીને શ્વાસોશ્વાસની તકલીફ અને મહિલાને હાઇપર ટેન્શન-બીપી હતું જેના કારણે તેમનું મોત થયું છે, તો સ્થાનિકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ પહેલા જેમ કાળજી રાખતા હતા તેમ કાળજી રાખવી જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા

રાજકોટમાં પણ કોરોનાએ માથુ ઉંચકયું છે અને કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે, 3 પુરુષ અને 4 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 19 મેથી અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 44 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 38 દર્દીઓ સારવાર હેઠળ છે અને 6 દર્દી સ્વસ્થ થયા છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 684 નવા કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે, દેશમાં કોરોનાના કુલ 3395 કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ કોરોનાના 1336 કેસ, ગુજરાતમાં 265, મહારાષ્ટ્રમાં 467 કેસ નોંધાયા છે, અત્યાર સુધી કોરોનાથી 22થી વધુના મોત થયા છે, નિષ્ણાત તબીબોનું કહેવું છે કે, ગભરાવાની જરૂર નથી અને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

  • Follow us on: