• 2 કિશોરનું ડૂબી જવાથી મોત, 1નું રેસ્ક્યુ
  • નાહવા પડેલા 4 લોકો દરિયામાં ડૂબ્યા
  • અન્ય એકની શોધખોળ હાથ ધરાઈ

આજે કચ્છના દરિયાથી દુ:ખદ ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં નાહવા પડેલા ચાર લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. તણાયેલા ચારમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. જો કે દરિયામાં તણાયેલ ચોથી વ્યક્તિ હજુ પણ લાપત્તા હોવાનું કહેવાય છે.

આ બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કચ્છના માંડવીમાં આવેલા દરિયા કિનારે તહેવારોની રજાઓમાં કે રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન તેઓ નાહવા માટે દરિયામાં ઉતરતા હોય છે, ત્યારે અનેકવાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવતી હોય છે.

આવી જ એક ઘટના આજે એટલે કે રવિવારે સામે આવી છે. દરિયામાં નાહવા પડેલા 4 લોકો ડૂબ્યા હતા. તેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે એક કિશોરને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે. તો એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: