• માંડવી તાલુકામાં અઢી ઇંચ ધોધમાર વરસાદ
  • દેવઘડ નજીક આવેલ કાંટા ધોધ છલકાયો
  • મોટી સંખ્યામાં સહેલાણીઓ નજારો જોવા ઉમટી પડ્યા

સુરતમાં માંડવીના દેવઘડ નજીક આવેલ કાંટા ધોધના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે. માંડવી તાલુકામાં સૌથી વધુ વરસાદ આવ્યો છે. જેમાં માંડવી તાલુકામાં અઢી ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે. માંડવીના દેવઘડ નજીક આવેલ કાંટા ધોધ છલકાયો છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ આજે માંડવી તાલુકામાં પડ્યો

કાંટા ધોધના ખુબજ નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ આજે માંડવી તાલુકામાં પડ્યો છે. માંડવી તાલુકામાં અઢી ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે તથા માંડવીમાં હાલ પણ ધોધમાર વરસાદ શરૂ છે. જેમાં દેવઘડ નજીક આવેલ કાંટા ધોધ છલકાયો છે. વરેહ નદી પર કાંટા ધોધ આવ્યો છે. ધોધ કુદરતી સૌંદર્યથી સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. તેમજ મોટી સંખ્યામાં સહેલાણીઓ નજારો જોવા ઉમટી પડ્યા છે. જોકે હાલ માંડવી વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા નથી.

સુરત જિલ્લાના આઠે તાલુકા મળી સિઝનનો કુલ 35 ટકા વરસાદ આવ્યો

વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ અવિરત વરસાદ વરસતો રહ્યો છે. 15 દિવસમાં જ સુરત જિલ્લાના આઠે તાલુકા મળી સિઝનનો કુલ 35 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. બારડોલી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સુરત જિલ્લામાં મેઘરાજાની સવારીએ મોડુ કર્યું છે.


  • Follow us on: