- નડિયાદમાં મહી કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત
- પીપલગ ચોકડી પાસે મહી કેનાલમાં યુવક ડૂબ્યો
- કેનાલમાંથી યુવકના મૃતદેહને બહાર કઢાયો
નડિયાદમાં એક દુ:ખદ ઘટના બની છે. જેમાં એક યુવક મહી કેનાલમાં ડૂબ્યો છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલ મહી કેનાલમાં એક યુવક ડૂબ્યો છે. કેનાલમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.













