સુરતમાં ગુજસીટોકના આરોપીનું રિકન્સ્ટ્રશન કરાયું છે જેમાં સજ્જુ કોઠારી અને તેના ભાઈનું પોલીસે રિકન્ટ્રકશન કર્યુ હતુ અને તેમના ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યુ છે, ઘરનું સર્ચ કરતા પોલીસને 23 જીવતા કાર્ટૂઝ અને 1 મેગઝીન મળી આવ્યા હતા, વોશિંગ મશીનમાં છુપાવ્યા હતા કાર્ટૂઝ અને મેગઝીન તો પોલીસે તેનો પણ અલગથી ગુનો નોંધ્યો છે.


સજ્જુ કોઠારી પર 35થી વધુ ગુના દાખલ

સુરતમાં સજ્જુ કોઠારી માથાભારે આરોપી છે, તેણે પોતાના જ ભત્રીજા પર તાકી હતી પિસ્તોલ અને 50 લાખની ઉઘરાણી માટે તાકી હતી પિસ્તોલ તો સજ્જુ કોઠારી પર બે ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે, પોલીસે સજ્જુ અને તેના ભાઈની કરી છે ધરપકડ, સજ્જુ કોઠારી અને તેના ભાઈનું પોલીસે રિકન્ટ્રકશન કરી પંચનામું કર્યુ છે, આટલી મોટી માત્રામાં મેગઝીન અને કાર્ટીઝ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સજ્જુ કોઠારી પર 35 થી વધુ ગુના દાખલ છે, બે વાર ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ઈડીએ સજ્જુ કોઠારીની 31 મિલકતો કરી જપ્ત

સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઇ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની EDએ 31 મિલકત જપ્ત કરી હતી.

હજી પણ થઈ શકે છે વધુ ખુલાસા

સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ગત 27મી માર્ચે ટાંચમાં લીધી હતી. ઈડીએ મની લોન્ડરીંગ હેઠળ કાર્યવાહી કરી હતી. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર 6 કેસ નોંધ્યા હતા. બે વર્ષ પહેલાં તેની લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ધરપકડ કરી અને પાછળથી ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ પણ ગુનો દાખલ કરાયો હતો. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

  • Follow us on: