રાજ્યમાં ધો.10 બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સુરતમાં એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કુલ 28055 વિદ્યાર્થીઓએ એ-વન રેન્ક મેળવ્યો છે, સુરતમાં છેલ્લા 32 વર્ષમાં ના આવ્યું એવું પરિણામ આવ્યું છે, સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા છે, સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કર્યા છે.


ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા પાઠવી

ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ કહ્યું કે, માર્કશીટ રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા સદગુણ વધુ મહત્વના હોય છે. પરીક્ષા તો આવે અને જાય, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. કોઈપણ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીની સ્મરણશક્તિની કસોટી થતી હોય છે. પરીક્ષામાં તેની સમજણ શક્તિની કસોટી થતી નથી. આગામી પરીક્ષાઓમાં આપ સૌ સફળ અને ગતિશીલ રહો તેવી પ્રાર્થના છે. 

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ

મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% આવ્યું છે, સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે, સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે.

  • Follow us on: