ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઘણી ભારતીય એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી છે.તો બીજી તરફ એર ઈન્ડિયા એક્સપ્રેસનો મુસાફરોને કડવો અનુભવ થયો છે. દિલ્હી એરપોર્ટથી સુરતના 25ને વધુ મુસાફરોને લીધા વિના જ વિમાન રવાના થયું હતું અને જેના કારણે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર રઝળવાનો વારો આવ્યો છે.


સુરતના 25થી વધુ મુસાફરો અટવાયા છે કારણ કે, મુસાફરો ને લીધા વિના જ ફ્લાઈટ દિલ્હીથી સુરત રવાના હતું. એર ઈન્ડિયા એકસપ્રેસની ઘોર બેદરકારીના કારણે દિલ્હી એરપોર્ટ પર મુસાફરો રઝળી પડયાં હતા. મુસાફરોનો ભારે હોબાળો મચાવતા હોય એવો વીડિયો મોડી રાત્રે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મુસાફરોએ એરપોર્ટના સ્ટાફ સાથે કરી માથાકૂટ

મુસાફરો ગૌહાટીથી ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા હતા અને મુસાફરો દિલ્હી એરપોર્ટના સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વિડિયો માં નજરે પડ્યા હતા.ગૌહાટીથી દિલ્હીનું વિમાન રાતે 8.42 વાગ્યે આવ્યું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 8.56 કલાકે સુરતની ફલાઇટ ટેક ઓફ કરાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઘણી ભારતીય એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી છે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ઇન્ડિયન એરલાઇન્સનો આ નિર્ણય આવ્યો છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા જેમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના મુરીદકે બેઝનો સમાવેશ થાય છે.


  • Follow us on: