રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.ત્યારે ખંભાતમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


ખંભાત શહેરનાં ગ્રામ્ય વિસ્તારના મીતલી, વડગામ, પાંદડ, રોહિણી ,ગુડેલ, દહેડા સહિતના ગામોમાં મોડી રાતથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેથી રાતથી અત્યાર સુધીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

તમને જણાવી દઈએ કે,ગુજરાતમાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખોડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે, ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત નિપજ્યાં છે.4થી 6 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાને કારણે 38 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે ત્રણ દિવસમાં 117 પશુઓના મોત નિપજ્યાં છે.

24 કલાક 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ,કપડવંજ, માણસા, સિહોર, જોટાણા, વડોદરા, મહેસાણા, કડી, ભાવનગર અને ડોલવણમાં નોંધાયો છે. આજે સવારની વાત કરીએ તો 16 જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી અને નર્મદામાં વરસાદ થયો છે.


  • Follow us on: