ભારતે પહેલગામમાં 26 નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લીધો છે. ભારતના ઓપરેશન સિંદૂરથી આખું પાકિસ્તાન હચમચી ગયું છે. ઓપરેશન સિંદૂર પર ગુજરાતમાંથી વિવિધ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂર પર પૂર્વ CM વિજય રુપાણીનું નિવેદન સામે આવ્યું છે. વિજય રુપાણીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે,ભારત માટે આજે ગર્વનો દિવસ છે.
પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છેઃ રૂપાણી
પૂર્વ CM વિજય રુપાણીએ કહ્યું છે કે,ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. એકસાથે 9 ઠેકાણા ધ્વસ્ત કરવા તે મોટી કાર્યવાહી ગણાવી શકાય. સાથે જ 9 આતંકીઓના કેમ્પોને પણ ધ્વસ્ત કર્યા છે. સેનાનું પરાક્રમ આજે દુનિયાએ જોયું છે અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે.
વીણી વીણીને આજે બદલો લીધો છેઃ રૂપાણી
દુનિયામાં ભારતીય સેનાની એક અલગ ઓળખ છે. પૂર્વ CM વિજય રુપાણીએ નિવેદનમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં જઈને સેનાએ આતંકીઓના કેમ્પ ઉડાવ્યા અને વીણી વીણીને આજે બદલો લીધો છે. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે અને કહી શકાય કે, આપણી સેના ખમીરવંતી અને પરાક્રમી છે.
વિજય રુપાણીએ જણાવ્યું છે કે, દુનિયામાં પાકિસ્તાન એકલુ પડી ગયું છે અને આખું વિશ્વ આજે ભારતને સમર્થન આપ્યું છે. ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને જો પાકિસ્તાન કોઈપણ ભૂલ કરે છે તો તેણે પછતાવું પડશે.
તમને જણાવી દઈએ કે, પહેલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ બુધવારે એટલે કે 7 મે 2025ના રોજ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ભારતના હુમલામાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયો નાશ પામ્યા છે. 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો જ્યાં લગભગ 900 આતંકવાદીઓ હાજર હતા.