મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન પર થયો હુમલો
1.47 AM
પીઓકેમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મંગળવારે મધ્યરાત્રિ પછી, મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે અનેક મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા. વિસ્ફોટો પછી, શહેરની વીજળી ગુલ થઈ ગઈ.
1.51 AM
ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં હુમલા કર્યા. આ હુમલો આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ પછી તરત જ, પાકિસ્તાન સેનાનું એક નિવેદન આવ્યું. તેમાં કહેવામાં આવ્યું કે તે ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.
2.10 AM
સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલા કર્યા છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. કુલ ૯ ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
2.17 AM
પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે.
4.13 AM
ત્રણેય દળો, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હુમલામાં સામેલ હતા. તેમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
4.32 AM
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ ભારતના હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.
4.35 AM
ભારતના હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
5.40 AM
જે નવ સ્થળોએ હુમલો થયો હતો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરિદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.
5.27 AM
અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે તે ટૂંક સમયમાં સમાપ્ત થશે.
5.45 AM
કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી
6 AM
પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો.
6.10 AM
ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા.
6.14 AM
પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું