ગુજરાતમાં ભરઉનાળે છેલ્લા ત્રણ દિવસથી સતત વાવઝોડા સાથે ભારે વરસાદ થયો છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદે ભુક્કા બોલાવી દીધા છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે.


રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગેલેક્સી ચોક,રેલવેસ્ટેશન રોડ પર વરસાદે ચોતરફ પાણી ભરી દીધા છે.તો બીજી તરફ ભરઉનાળે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને રાતા પાણીઓ રડવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન

ધોરાજીમા વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. સાથે જ શહેરમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના ગેલેક્સી ચોક રેલવેસ્ટેશન રોડ હોસ્પિટલ ચોક અવેડા ચોક જેતપુર રોડ સહિત વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાક તલ-મગફળી-મગ સહિતના પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


  • Follow us on: