અમરેલીમાં ચાપાથળથી સાવરકુંડલાને જોડતો મુખ્ય માર્ગ આજે ગંભીર હાલતમાં જોવા મળ્યો છે. કારણ કે, બેઠલા પુલ પર 3થી વધુ મસમોટા ભૂવાઓ પડી ગયા છે. આ ભૂવાઓ પગથી ગયા હોય તેવા નહીં. પરંતુ ગોઠણથી લઈ કમર સુધી ઊંડા છે. જે વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે.જોકે, હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ભૂવામાં વાહનચાલકો ખાબકી જાય તો ગંભીર ઘટના સર્જાઈ શકે છે.


બેઠલા પુલ પર પડ્યા ભૂવા

ચાપાથળથી સાવરકુંડલાને જોડતા રોડ પર આવેલા બેઠલા પુલ પર ભૂવાઓ પડતા વાહનચાલકોને ફરીને બીજા રસ્તેથી જાઉ પડે છે.અત્યાર સુધીમાં આ પુલ પર અત્યાર સુધીમાં 3થી 4 નાનાં મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે.જેના લીધે વાહનચાલકોને રોડ પર વાહન ચલાવતા ડરનો અનુભવ થઈ રહ્યો છે.

વાહનચાલકોમાં ભયનો માહોલ

બેઠલા પુલ પર પડેલા ભુવાના લીધે લોકોને ડર છે કે, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. માટે ચાપાથળ તથા આજુબાજુના ગામોના રહેવાસીઓએ તાત્કાલિક પુલના મરામત કાર્ય માટે માંગ ઉઠાવી છે. જો તંત્ર કોઈ યોગ્ય પગલા નહી લે તો આમ જ અકસ્માત સર્જાતા રહેશે. જેમાં લોકોના જીવન જોખમ રહેલું છે.તો પુલ બનાવવા અંગે ચપાથલ ગામના લોકોએ ઉગ્ર માંગણી કરીને રજૂઆત કરી છે. 

  • Follow us on: