ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન ખૂબ જ અસરગ્રસ્ત થયું છે. કમોસમી વરસાદ વરસતા ઘણા ઉંડાણવાળા વિસ્તારોમાં લોકો હેરાન થયા છે. તો ક્યાંક ખેડૂતોનો પાક ધોવાઈ જતા આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકનો પાક સંકટમાં હોય તેમ જણાઈ રહ્યું છે. તો અમરેલી પંથકમાં પણ 2 દિવસના વિરામ બાદ બગસરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરુ થઈ ગચો છે.


અમરેલીમાં વરસાદ પડ્યો

બગસરા શહેર સહિત તેના આસપાસના વિસ્તારો, જામકા, જેઠીયાવદાર, શીલાણા ગામમાં જોરદાર પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા પંથકના લોકોને બફારા વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો.તો વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.ખાસ કરીને ઉનાળુ તલ, બાજરી અને ઉનાળુ પાકોને નુકસાની જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અમરેલીના મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, ફતેપુર, ચાંદગઢ, ચક્કરગઢ, દેવળીયા, ઈશ્વરીયા, ગિરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી

અમરેલી અને બગસરાના ખેડૂતો હાલ ભારે ચિંતામાં મૂકાયા છે. કેમ કે, તેમને વાવેલો પાક જો વરસાદના લીધે ધોવાઈ જશે. તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. તો તેવામાં હાલ ઉનાળુ બાજરી, તલ જેવા પાકની વાવણી કરેલ છે. જે વરસાદના લીધે ધોવાઈ જતા તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. જે અંગે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. તો કમોસમી વરસાદના લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. તેથી ખેડૂતોએ સરકાર પાસે આર્થિક વળતરની પણ માંગણી કરી છે.

  • Follow us on: