ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હાલ ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. તો કમોસમી વરસાદના લીધે પાણી ભરાતા વાહનચાલકો અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો ક્યાંક વીજળી જવાની અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે વરસાદ પડ્યો હતો.જેના લીધે લોકો હેરાન થયા હતા.તેમજ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.


અમરેલીમાં અનરાધાર વરસાદ

અમરેલીના સાવરકુંડલામાં હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો હતો. તો આજ સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી જતા વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થયા હતા. તો સાવરકુંડલા શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

લાઈટ જવાની ઘટના બની

સાવરકુંડલાના ગાધકડા ગામે ભારે વરસાદના લીધે શેરીઓમાં પાણીની નદીઓ વહેતી થઈ ગઈ હતી. તેમજ વાતાવરણમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો. તો બીજી બાજુ સાવરકુંડલાના સીમરન ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. તો ભારે વરસાદના લીધે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.તો મળતી માહિતી મુજબ સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જેથી ગ્રામજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. તો ધારી પંથકમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો.

  • Follow us on: