અમરેલીના લાઠી તાલુકાના રામપર નજીક અકસ્માતની ઘટના બની છે. રામપર નજીક એક રીક્ષા અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. લાઠીના રામપર નજીક સર્જાયેલા આ અકસ્માતમાં મહિલા સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. ઉપલેટાના વતની ભુરખિયા મંદિરે દર્શન કરી પરત લાઠી આવતા સમયે રિક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.


6 ઇજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત ગંભીર

અકસ્માતની ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 3 લોકોને તાત્કાલિક 108 દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ થાનગઢ નજીક સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત થયું છે. ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા છે અને 3ને ઈજા પહોંચી છે. પ્રેમજીભાઈ અને તેમના પત્ની લાભુબેનનું મોત થયું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ભાવનગરમાં હાઈવે પર ચાલતી કારમાં લાગી આગ

ગુજરાતમાં ભયજનક બનાવોના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ક્યારેક કારમાં અચાનક આગ લાગી જવાની ઘટના અવારનવાર સામે આવતી રહે છે. જેના લીધે ઘણીવાર ગાડીમાં બેસેલા ડ્રાઈવરનો જીવ પણ જતો રહે છે. કેટલાક બનાવોમાં સળગતી કારમાં પરિવારના ઘણા સભ્યો બળીને ખાક થઈ જાય છે. ત્યારે ઘણીવાર કારમાં શોર્ટ સર્કિટના લીધે પણ આગ લાગી હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં આગનો બનાવ સામે આવ્યો છે.જેમાં કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામ પાસે કારમાં આગ લાગવાની ઘટના હતી. નારી ગામ નજીક હાઇવે રોડ પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી.જેને લોકોએ નજરો સમક્ષ જોઈ હતી. હાઈવે પર પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળી ગયો હતો. સળગતી કારમાંથી ડ્રાઈવર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. હાઇવે ઉપર બનેલી ઘટનાને લઇ વાહન ચાલકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.


  • Follow us on: