અમરેલીના સાવરકુંડલામાં 3 બાળકો ડૂબી ગયા હતા. તળાવ અને નદીઓમાં નહાવા જતા લોકોના ડૂબી જવાથી મોત થતા હોય છે. જેમાં ભોગ બનનારને તરતા ન આવડતું હોવાથી ડૂબી જાય છે. જ્યાં સુધી લોકો તેમને બચાવે ત્યાં સુધીમાં નદીમાં ગરકાવ થઈ જાય છે. અમરેલીના સાવરકુંડલામાં બનેલી ઘટનામાં 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. તો જેના લીધે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.


3 બાળકો ડેમમાં ડૂબ્યા

જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા આકાશી મેલડી મંદિર પાસે એક ભેંસાણીયા ડેમ આવેલી છે. આ ડેમમાં 3 બાળકો નહાવા માટે આવ્યા હતા. જેઓ ભેંસાણીયા ડેમમાં નહાવા માટે કૂદ્યા હતા. જેમાં 3 બાળકો ડેમમાં ડૂબી ગયા હતા. જે ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને 3 બાળકોની શોધ કામગીરીની શરુઆત કરી હતી.

1 બાળકને બચાવી લેવાયો

સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટરોએ ડેમમાં કૂદીને 2 બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જે બાદ 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 3 બાળકોમાંથી 1 બાળક મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તો 2 મૃતક બાળકો પૈકી કૃણાલ અશ્વિનભાઈ સોલંકીના ફોઈને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા બાળકના ફોઈએ આઘાતમાં પોતાના માથા પર પથ્થર મારી ઈજાગ્રસ્ત થયા હતા. 2 બાળકોના ડૂબી જઈને મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.


  • Follow us on: