અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલા ધાતરવડી ડેમ 1માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની પાઈપ લાઈનમાંથી પીવાનું પાણી આવતું હતું. વર્ષોથી જર્જરિત થવાના કારણે કરોડોના ખર્ચે રાજય સરકાર દ્વારા નવી પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવતા વિવાદ ચાલી રહ્યો છે.


પાઈપલાઈનની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ મોરચો માંડયો

અગાઉ સંમેલનો કરી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ પોલીસના બંદોબસ્ત સાથે પાઈપલાઈનની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ મોરચો માંડયો હતો. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ સભા યોજી, જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહ્યા હતા અને સભા યોજી હતી. જેમાં માલઢોર પશુઓ લાવી ખેડૂતોને સાંકળ પહેરાવી મોં પર માસ્ક બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આપ નેતાએ આરોપ લગાવ્યો કે સિંચાઈનું પાણી અન્ય લોકોને આપવા માટેનું ષડયંત્ર કરી લઈ જવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં 5 દિવસનું અલ્ટીમેટમ છે, જો કોઈ નિરાકરણ નહીં આવે તો ભાજપ વિરોધના ગામડે ગામડે પોસ્ટરો લગાવી વિરોધ કરવા માટેની રણનીતિ કરવામાં આવશે.

ખેડૂતો પ્રાંત કચેરીમાં ઘેરાવ કરી બેસી ગયા

મોટી સંખ્યામાં સભા બાદ ટ્રેક્ટર મારફતે રાજુલા પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે અમારા ડેમના પાણી ઉપર તરાપ લગાવી રહ્યા છે, અમારા વિસ્તારમાં બળજબરી પૂર્વક કામગીરી કરાશે તો અમે આજથી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, સરકાર બીજાને પાણી આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ આક્રમક બની કામ અટકાવવા માટેની માગણી કરી હતી. જોકે હાલમાં સંપૂર્ણ પાઈપ લાઈન નાખવા માટેની અટકાવી દેવામાં આવે તેવી માગ સાથે થોડીવાર માટે પ્રાંત કચેરીમાં ઘેરાવ કરી બેસી ગયા હતા અને રોષ સાથે અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

કંપનીને પાણી આપવા માટેની વાત ખોટી

સમગ્ર મામલે રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં નગરપાલિકાની પાઈપ લાઈન જર્જરિત થઈ છે. આશરે 40 વર્ષ કરતા વધુ સમયથી આ પાઈપ લાઈન નાખવામાં આવેલી હતી, તે જર્જરિત થઈ હતી. તેની સામે નવી પાઈપ લાઈન નાખવા માટેની કામગીરી ચાલે છે. ખેડૂતોનું કોઈ પાણી લેવામાં નહીં આવે કોઈ ઉદ્યોગોને પાણી આપવામાં નહીં આવે કેટલાક બહારના લોકો આવી કંપનીને પાણી આપવા માટેની વાતો કરી રહ્યા છે, ખેડૂતો અમારા જ છે.


  • Follow us on: