સુરત જિલ્લાના પલસાણાના અંતરોલી ગામની સીમમાં હત્યાની ઘટના બની હતી, સુરતના લીંબયાતના ચાર મિત્રો મામાદેવ મંદિરે દર્શન કરવા આવ્યાં હતાં. જ્યાં ચાર મિત્રો વચ્ચે ઝઘડો થતાં ત્રણ મિત્રએ એક મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. કડોદરા પોલીસે ત્વરિત ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી .
સુરતમાં હત્યારાઓ બેફામ
સુરત જિલ્લામાં કડોદરા પોલીસની ધાક ઓછી થતા બેફામ બનેલા હત્યારાઓ છે. જ્યાં એક હત્યારો સાથી મિત્રને ચપ્પુના ઘા મારે છે અને લોકો પકડી લે છે. ઘટનાનો લાઈવ વિડીયો છે. વાત એમ છે કે જિલ્લામાં મોટો પર પ્રાંતીય વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દિન દહાડે હત્યાની ઘટના બનતા ગુનેગારોને હવે જાણે ગ્રામ્ય પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેવું લાગી રહ્યું છે.
ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા હરિલાલનું ઘટના સ્થળે જ મોત થયું
આ વખતે ઘટના બની હતી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે, કે જ્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી પરિસરમાં રહેતા ચાર મિત્રો રીક્ષામાં બેસી મામાદેવ નામના મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા, અને મંદિરમાં દર્શન કર્યા બાદ ચારેય મિત્રો પૈકી એક હરિલાલ નિર્ગર અને ઉત્તમ સહિત અન્ય ત્રણ મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો શરૂ થયો હતો અને એ ઝઘડો હત્યામાં પરિણામયો હોય તેમ ઉત્તમ નામના ઇસમે હરિલાલના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા હરિલાલનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
સ્થાનિકોએ હત્યારાઓને ઝડપી લીધા
સામાન્ય રીતે આવી કોઈ હત્યા જેવી ગંભીર ઘટના બને તો આ કડોદરા પોલીસ હવાતિયાં જ મારતી હોય છે .બાદ માં ભેદ ઉકેલવા જિલ્લા એલસીબી, એસઓ જી શાખાની મદદ લે છે. પરંતુ આ ઘટનામાં હત્યારાઓને કોઈ પોલીસ દાદાઓ એ નહીં પરંતુ સ્થાનિક રાહદારીઓએ પકડી પોલીસને સોંપ્યા હતા. કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન તેઓની સાથે રિક્ષામાં હાજર મોહન અને અન્ય એક ઈસમ મળી બે ઈસમોને પણ પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી હતી અને તમામની પૂછપરછમાં આ ઉત્તમ નામના ઇસમે હરિલાલ ઉપર હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ પણે જણાયું હતું.
મોબાઈલ ખરીદીના પૈસાની લેતી દેતી માટે ઝઘડો ઉભો થયો
મંદિરે દર્શન કરવા નીકળેલા ચારેય મિત્રો પેકી હરિલાલને ઉત્તમ પાસેથી કોઈક મોબાઈલ ખરીદીના પૈસાની લેતી દેતી માટે ઝઘડો ઉભો થયો હતો. અને ઉત્તમ હરિલાલ પાસે ખરીદેલો મોબાઈલ પાછો માંગ્યો હતો. પરંતુ એ મોબાઇલ પૈસા આપી લીધેલ હોયહરિલાલ આપવાની મનાઈ કરતા ચારેય વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.













