સુરતમાં ઘણીવાર છેડતી અને દુષ્કર્મના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. જે દર્શાવે છે કે, મહિલાઓ હજુ પણ સુરક્ષિત રહી નથી. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરણિતા સાથે છેડતીનો ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. ઘટના દરમિયાન મહિલાએ સાથે બૂમાબૂમ કરતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો, પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ કાપોદ્રા પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.


મહિલાની છેડતી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રાના એક ઘરમાં લાઇટ બિલ આપવાના બહાને 48 વર્ષના મુકેશ સીતાપરા નામના વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો.જે દરમિયાન ઘરમાં પરિણીત સ્ત્રી એકલી હાજર હતી. પરિણીતાની એકલતાનો લાભ લીધો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે તુરંત જ દરવાજો બંધ કરી દીધો અને પરણિતા સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. મહિલાએ જાગૃતતા દાખવીને બૂમાબૂમ શરૂ કરી હતી જેના લીધે આરોપી ડરીને ત્યાંથી નાસી ગયો હતો.

આરોપી સામે ગુનો

પોતાની સાથે સમગ્ર બનેલી ઘટના અંગે મહિલાએ તેના પતિને જાણ કરી હતી. જે આધારે મહિલા અને તેના પતિએ આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. તેમજ આરોપી મુકેશ સીતાપરાને ઝડપી લઈને વધુની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલ પોલીસે આરોપીને ઝડપીને કડક પૂછપરછ કરી છે. જે બાદ તેની સામે કડક કાર્યવાહી કરાશે. ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સજાગતા અને કડક કાયદાકીય પગલાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


  • Follow us on: