સુરતમાં લિવ ઈનમાં રહેતા પ્રેમી યુગલનું રહસ્યમય હાલતમાં મોત થયુ હતુ, તો ડુમસના દરિયા કિનારેથી ગંભીર હાલતમાં આ યુગલ મળી આવ્યુ હતુ તો સારવાર દરમિયાન યુવક-યુવતીનું મોત થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, 4 મહિના પહેલા બન્ને ઈન્દોરથી સુરત આવ્યા હતા અને કોલ્ડડ્રિંક્સમાં ઝેર નાખી પી લીધું હોવાની આશંકા છે. અગાઉ બન્નેના લગ્ન અન્ય સાથે થયાનું સામે આવ્યું છે.


છૂટાછેડા લઈ લીધા બાદ બન્ને સંપર્કમાં આવ્યા હતા

ડુમસ દરિયાકિનારેથી પ્રેમી-પંખીડાની તબિયલ લથડતા ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરી હતી અને પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલ પહોંચી પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. રહસ્યમય મોતને લઈ સિવિલમાં બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ સામે આવશે.

યુવતીના પરિવારે અગાઉ ફરિયાદ પણ નોંધાવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં આવેલા આશીવાદ રો-હાઉસમાં રહેતા ૩૨ વર્ષીય ભૌમિક ક્રાંતિભાઈ ડોબરીયા માતા-પિતા સહિતના પરિવાર સાથે રહેતો હતો. ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ૨૪ વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ (રહે, હેપ્પી હોમ, ઉધના, સુરત) સાથે આંખ મળી હતી. ત્યારબાદ બંને લિવ ઈનમાં રહેતા હતા. દરમિયાન ભૌમિક અને દીક્ષિતા ભાગી ગયા હતા. ઘટનાની જાણ દીક્ષિતાના પરિવારને થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં દીક્ષિતા પોલીસ સમક્ષ આવીને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી દીધી હતી.

ઝેર પીને આપઘાત કર્યો હોવાની પોલીસને આશંકા

ભૌમિક અને દીલિના રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ ઈનમાં રહેતા હતા અને ત્યાં બંને નોકરી પણ કરતાં હતા. બંને પ્રેમી-પંખીડા ક્યારેક ક્યારેક પોતાના પરિવાર સાથે ફોન પર સંપર્કમાં રહેતા હતા. જે વેળા મે મહિનાની શરૂઆતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિને પગલે સુરત આવી ગયા હતા. થોડા દિવસો સુરતમાં રહ્યા બાદ કરજત ગયા અને ત્યાંથી ઇન્દોર ગયા હતા. ગત તા. ૨૧મીના બુધવારે ફરી સુરત આવ્યા હતા. પરંતુ તેની પરિવારજનોને જાણ કરી હતી. દરમિયાન શુક્રવારે ડુમ્મસ દરિયાકિનારે જતા રહ્યા હતા. જવાં નાસ્તો કરી ઠંડુ પીણુ લીધુ હતી, જે પીયા બાદ દીલિતાની તબિયત લથડી હતી અને ઊલટી થઈ હતી. 

  • Follow us on: