સુરત ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે તેમને સસ્પેન્ડ કર્યા છે. સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. શાળાના ઓરડા બનાવવાના કૌભાંડમાં સામેલ હતા. 9ને બદલે 8 ઓરડા બનાવી 5 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચારી હર્ષદ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.


22 મેએ પોલીસે હર્ષદ ચૌધરીની ધરપકડ કરી હતી

તમને જણાવી દઈએ કે 22 મેએ સુરતમાં ભાજપના વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી હતી. આશ્રમ શાળાના મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ છે. માંગરોળના બોરસદ દેગડિયા પંચાયતનાં સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. માંગરોળ પોલીસે ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત કરી હતી.

9 ઓરડાને બદલે 8 ઓરડા જ બનાવવામાં આવ્યા

ફરિયાદમાં આરોપ છે કે બોરસદ દેગડિયા ગામે સરકાર દ્વારા આશ્રમ શાળાના નવા 9 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, 9 ઓરડાને બદલે 8 ઓરડા જ બનાવવામાં આવ્યા છે. ભાજપના નેતા હર્ષદ ચૌધરીએ સરપંચ અને તલાટી સાથે મળી આશ્રમ શાળાનો એક આખો ઓરડો ચાંઉ કરી 5 લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો છે, વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. આ મામલે માંગરોલ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે પણ હર્ષદ ચૌધરી સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમની અટક કરી છે, આ મામલે પોલીસે ભાજપ નેતા હર્ષદ ચૌધરી સહિત 3 લોકોની અટકાયત કરી છે અને 2 ફરાર આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


  • Follow us on: