ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ સુરતમાં તુર્કીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવાની માગ થઈ છે. સામાજિક સંસ્થા, સાંસદ દ્વારા નામ બદલવા માગ કરાઈ છે. કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સમર્થક તુર્કીનું નામ સુરતમાં ન હોવું જોઈએ.


સુરતમાં તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવા માગ

ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ ગુજરાતમાં હજી પણ માહોલ ગરમ છે. ભારતે પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા હતા. ત્યારે પાકિસ્તાનનો સમર્થક દેશ તેને મદદ કરી રહ્યો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ દરમિયાન સુરતમાં તુર્કીનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં આવેલ તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવા માગ કરવામાં આવી છે. જુદી જુદી સામાજિક સંસ્થા અને સુરત સાંસદ મુકેશ દલાલે સુરત મનપાને લેખિત રજૂઆત કરી હતી. મનપા કમિશનરને પત્ર લખી શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરી હતી. સંસદની રજૂઆત અને માંગને સ્થાનિક લોકોએ પણ આવકારી હતી.

પાકિસ્તાન સમર્થક તુર્કીનું નામ સુરતમાં ન હોવું જોઈએ

તુર્કીવાડમાં રહેતા સ્થાનિક લોકો પણ આ વિસ્તારનું નામ બદલાવવું જોઈએ તેવું માની રહ્યા છે. પાકિસ્તાનને યુદ્ધમાં સમર્થન કરનાર તુર્કીનો સુરતમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તુર્કીના નામ સાથે જોડાયા નામનું સ્થાન સુરતમાં ન હોવું જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના દુશ્મન દેશોના નામથી રાખવામાં આવેલા મહોલ્લાઓ કે શેરીઓના નામ હટાવવા જ જોઈએ. દુશ્મન દેશોના નામ આપણા દેશના વીર જવાનોનું અપમાન છે તેથી તુર્કીવાડને બદલે રાષ્ટ્રવાદી નવા નામ કરણ કરવાની માંગ કરી છે.


  • Follow us on: