સુરતના માંગરોળમાં એક ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગની ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સુરતના માંગરોળના મોટાબોરસરા જીઆઈડીસીમાં આવેલ વેસ્ટેજના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ભયાનક આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ગોડાઉનમાં આગની ઘટના













