સુરતમાં પરિણીતાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, જેમાં અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ છે, પ્રેમીના મિત્રએ બ્લેકમેઈલ કરી વીડિયો બનાવ્યો હતો અને ધમકી આપી 3 ઈસમોએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ છે, મહીધરપુરા પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ અને પોલીસે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ૩ શખ્સોએ હવસનો શિકાર બનાવી
લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાનું પ્રેમી અને તેના બે મિત્રોએ અનૈતિક સંબંધની જાણ પતિને કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નવ વર્ષથી યૌનશોષણનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદને પગલે મહીધરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ તેના પતિ સાથે મહીધરપુરા પોલીસ મથકે પ્રેમીએ નવ વર્ષ યૌનશોષણ કર્યું, તેનો ગેરલાભ મિત્રો એવા બે સગાભાઇઓએ પણ ઉઠાવ્યો
ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાને શખ્સ જાહેરમાં મળવા માટે બોલાવતો હતો
આ યુવતીએ જણાવ્યું હતું કે તેની સગાઇ થયા બાદ ૨૦૧૬માં તે નવાપુરા-ગોલવાડ, કણબી શેરીમાં રહેતાં જતીન ઉર્ફે લાલો રમેશ રાણાના પરિચયમાં આવી હતી. આ યુવક તેની પાછળ પડી ગયો હતો. જેની સાથે સગાઈ થઈ છે તે સારો વ્યક્તિ નથી તેમ કહી પાછળ પડી ગયેલો જતીન મોહજાળમાં ફસાવી યુવતીને પોતાના ઘરે લઇ ગયો હતો અને અહીં તેની સાથે બળજબરી કરી હતી. બાદમાં આ વાત તેના પતિને જાણ કરવાનું કહી બળાત્કાર ગુજારતો હતો. ૨૦૧૭માં જ જતીનના લગ્ન થઈ ગયા બાદ પણ પરિણીતાને તે જાહેરમાં મળવા માટે બોલાવતો હતો.