સુરતમાં પ્રેમ સંબંધમાં મહિલાની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વિધર્મી પ્રેમીએ મહિલાની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરમા સચિન GIDC વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતક મહિલા મુન્ની દેવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. મુન્ની દેવીની હત્યા તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમીએ કરી હતી. મૃતક મહિલા બે પરીણિત અને બે સંતાનની માતા છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મુન્ની દેવી પરીણિત અને બે સંતાનોની માતા છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ 30 વર્ષની મુન્ની દેવીનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. મુન્ની દેવી પરીણિત અને બે સંતાનોની માતા છે. તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમીએ પ્રેમ સંબંધમા તકરાર થતાં બોથડ પદાર્થના ઘા મારી તેની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કરીને પ્રેમી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને શોધવા તપાસ હાથ ધરી છે.
પોલીસે ફરાર થયેલા આરોપીને પકડા ચક્રો ગતિમાન કર્યાં
વિધર્મી અરમાન હાશમી સાથે મૃતક મહિલાનો પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને વચ્ચેના સંબંધમાં તકરાર થતાં વિધર્મી પ્રેમીએ મહિલાને બોથડ પદાર્થના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આ મહિલાનો મૃતદેહ સચિન GIDCમાંથી મળી આવતા પોલીસે તેની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. આખરે આ મહિલા સચિનના તલંગપૂરની 30 વર્ષય મુન્ની દેવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરાર થયેલા આરોપીને પકડા ચક્રો ગતિમાન કર્યાં છે.