સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજ દરમિયાન ત્રણ પોલીસ કર્મીઓ ઉંઘતા નજરે ચડયા છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને વાયરલ કરીને સચ્ચાઈ સામે લાવી હતી.


સુરતમાં પોલીસ રાત્રે ચાલુ ડ્યુટીએ ઉંઘતી નજરે પડી

સુરતમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ચાલુ ફરજ દરમિયાન ઉંઘતી નજરે પડી હતી, ભેસ્તાન પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પોલીસ સ્ટેશનની અંદર 3 પોલીસ કર્મીઓ ઉંઘતા નજરે ચડયા છે, તો શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા કર્મચારીઓ સામે પગલા ભરશે કે નહી તે જોવાનું રહ્યું, નાઈટ ડ્યુટી કરતા પોલીસકર્મીની ખરાઈ કરવી જરૂરી છે.

સુરતમાં પોલીસ જ ઉંઘતી ઝડપાઈ !

સુરતના ભેસ્તાનમાં પોલીસ જ ઉંઘચતી ઝડપાઈ છે, પોલીસ સ્ટેશનમાં કોઈનો ફોન આવશે અને મોટી ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તેની પર સવલા ઉભા થયા છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાત્રીના સમયે ચેકિંગ કરતા નથી એ વાત પણ સામે આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આવા પોલીસ કર્મીઓ શું ખાલી ઉંઘવા માટે જ પગાર લે છે કે શું ? જરા ભગવાનની તો બીક રાખો, મફતનો પગાર લેવાનું તમને ગમશે ?

 

  • Follow us on: