રાજ્યમાંથી માદક દ્રવ્યો ઝડપાવવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત રાજ્યમાંથી માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના પાલનપુરમાંથી માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. ખેમાણા ટોલ ટેક્સ પાસેથી પોલીસે માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે. નશાકારક દ્રવ્યોનો જથ્થો ખાનગી બસમાંથી ઝડપાયો છે.


ખાનગી બસમાંથી ઝડપાયો નશાકારક દ્રવ્યોનો જથ્થો

તમને જણાવી દઈએ કે SOGને બાતમી મળી હતી કે એક ખાનગી બસમાં ગાંજા અને અફીણની હેરાફેરી કરવામાં આવી રહી છે, ત્યારે SOGએ બાતમીના આધારે વોચ ગોઠવીને ખાનગી બસમાંથી 30 કિલો ગાંજો અને 40 કિલો જેટલો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા અને અફીણના જથ્થા સાથે 3 લોકોની અટકાયત પણ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

25 ફેબ્રુઆરીએ ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી 80 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું હતું

તમને જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીએ રાજ્યભરમાંથી પોલીસે 83 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ સાથે જ 5 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુરતમાંથી જ 69 લાખના ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમ, પોલીસે સુરત અને કચ્છમાં મળીને 80 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.

સુરતના કતારગામેથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

સુરતમાં બે જગ્યા કતારગામ અને સચિન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો હતો. કતારગામથી રૂપિયા 26 લાખના ગાંજા સાથે બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાંથી પણ ગાંજોનો જથ્થો ઝડપાયો હતો. 1.30 કિગ્રા ગાંજા સાથે 2 ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ આરોપીઓ નવસારીથી કારમાં ગાંજો લઈને આવી રહ્યા હતા અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

કચ્છના ગાંધીધામમાંથી ગાંજો ઝડપાયો હતો

આ સિવયા કચ્છમાંથી પણ ગાંજો ઝડપાયો હતો. કચ્છના ગાંધીધામમાંથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. કુરિયરથી 14 લાખનો 140 કિલો ગાંજો ઝડપાયો હતો. પોલીસે બિહારના એક શખ્સની આ મામલે ધરપકડ કરી હતી. GIDC વિસ્તારમાં કુરિયરની ઓફિસમાંથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 

  • Follow us on: