ભુજના 4 કુખ્યાતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે,અક્ષયરાજ વાઘેલા,ભાવેશ ગૌસ્વામી,જુવાનસિંહ સોઢા,સત્યરાજ વાઘેલાને વોન્ટેડ જાહેર કરાયા છે,પોલીસે આરોપીના ફોટા જાહેર કરી લોકોને અપીલ કરી છે કે,આરોપી દેખાય તો પોલીસને જાણ કરો જેથી તેને પકડીને જેલ હવાલે કરી શકાય,તો આરોપીઓ સામે અલગ-અલગ ગુના નોંધાયેલા છે,ફરાર આરોપીઓ પકડમાં ન આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


પોલીસે આરોપીઓના ઘરે પણ ચેકિંગ કર્યુ

ભુજ સીટી એ ડીવી પોસ્ટે ગુ.ર.જી.નં.૩૨૭/૨૫ BNS કલમ ૧૦૯ મુજબના ગુના કામે નાસતા ફરતા આરોપીઓ કોઇના ધ્યાને આવે તો તુરંતજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ ભુજ ના મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૯૧૦૩ તથા કંટ્રોલ રૂમ ના મોબાઇલ નંબર ૯૮૮૯૮૮૪૨૮૪ વાળા ઉપર સંપર્ક કરવા વિનંતી છે,ગુજરાતના ડીજીપીની અસામાજીક તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવા અંગેની સુચના અન્વયે નારાયણસરોવર પોલીસ દ્વારા અસામાજીક તત્વોના ઘરે PGVCL ટીમ ને સાથે રાખી ગેરકાયદેસર વિજ ચેકીંગ અને તેઓની વિવિધ પ્રવૃત્તિઓનું તેઓના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું છે.

લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર સીસીટીવીથી સજ્જ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ લાકડીયા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બાર ગામ અને વીસ કિલોમીટરનો હાઈવે આવરી લેવામાં આવ્યો છે.લાકડીયામાં 18, શિવલખામાં 14 અને ઘરણાં ગ્રામ પંચાયત દ્વારા 12 સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. શિવલખા ખાતેના કેમેરા અદાણી પાવર સ્ટેશન દ્વારા લગાવવામાં આવ્યા છે.

  • Follow us on: