- તંત્રની લાલિયાવાડી સામે આવી
- પરીક્ષા પહેલા 5000 વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ ન થયા
- 5000 વિદ્યાર્થીઓ પરીક્ષા વિહોણા રહ્યા
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીની સિસ્ટમમાં એક મોટી ગરબડ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં મોટા ભાગની ફેકલ્ટીઓમાં સત્રાંત પરીક્ષાઓ યોજાઈ હતી. જો કે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ જ ન થતા 5000 થી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શક્યા નહોતા.
એમ.એસ. યુનિવર્સિટીમાં નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરી દેવાયો છે, પરંતુ સીટ નંબર જનરેટ કરવામાં ન આવતાં વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. એક પણ ફેકલ્ટીમાં સીટ નંબર જનરેટ ન થતાં પ્રથમ વર્ષના 5 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ લેવાઇ નથી. એક સત્ર પૂરું થઇ ગયું હોવા છતાં પરીક્ષાનાં કોઇ ઠેકાણાં નથી.યુનિવર્સિટી માં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સિવાય તમામ ફેકલ્ટીઓ માં કોર્સ નક્કી કરી દેવાયો છે. જોકે હેડ ઓફિસ દ્વારા એક પણ ફેકલ્ટી માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ કરાયા નથી. જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષાવિહોણા રહ્યા હતા.













