મહેમદાવાદના કનીજ ગામે નદીમાં ડૂબતા 6 બાળકોના મોત થયા છે, મેશ્વો નદીમાં ડૂબવાથી 6 બાળકોના મોત થયા હોવાની વાત સામે આવી છે, ઘટનાને લઇ પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું કે, આ દુર્ઘટના નહી પણ હત્યાકાંડ હોવાનો આક્ષેપ લગાવ્યો છે, નદીમાં બેફામ ખનને લઇ પડી ગયા છે ઊંડા ખાડા તેમજ ઉંડા ખાડાઓમાં બાળકો ડૂબી જવાથી મોત થયા હોવાની વાત સામે આવી છે, છેલ્લા ત્રણ વર્ષથી બેફામ ખનન થતું હોવાના આક્ષેપ પરીજનો દ્વારા કરવામાં આવ્યા છે.
એક જ ગામના 6 બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત
આ સમગ્ર ઘટના એ એક દુર્ઘટના નહોતી પણ હત્યાકાંડ હતો આવું અમે નહીં પણ મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો ખુદ કહી રહ્યા છે, તેમનું કહેવું છે કે, નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા દિવસ રાત બેફામ ગેરકાયદેસર નદીમાંથી રેતીનુ ખનન કરી ઊંડા ઊંડા ખાડા કરી નાખવામા આવ્યા છે મુખ્ય તેના કારણે જ ઊંડા ખાડામાં ડૂબી જવાથી આ તમામ છ લોકોના મોત થયા છે, વર્ષોથી આજ દિન સુધી આ જગ્યા પર નદીમાં ડૂબવાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી અને છેલ્લા ત્રણ વર્ષથી બેફામ ખનનને કારણે નદી કિનારાઓના તમામ વિસ્તારોમાં ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે જેમાં આ બાળકો નાહવા પડ્યા અને અંદર ડૂબી ગયા હતા.
નદીમાં ન્હાવા પડયા અને મોત થયા
ગરમીના સમયે આ બાળકો નદીમાં ન્હાવા પડયા હતા તે દરમિયાન નદીમાં ઉંડા ખાડા હોવાથી બાળકો તેમાં પડયા હતા અને તરતા ના આવડયું જેના કારણે તેઓ બહાર આવી શકયા નહી અને તેમના મોત થયા હોવાની વાત સામે આવી છે, મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે અમદાવાદથી વેકેશન કરવા આવેલા ચાર ભાણેજો સહિત છ બાળકોના મેશ્વો નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. અમદાવાદ નરોડામાં રહેતા ચાર ભાણેજો મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે મામાના ઘરે વેકેશન માટે આવ્યા હતા પરંતુ વેકેશનનો આનંદ માણવાની જગ્યાએ તેમને મોત મળ્યું હતું.