પ્રેમી યુગલને અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો જીવલેણ સાબિત થયો,આશરો આપનાર આરોપીએ બન્ને પ્રેમીયુગલને મોતને ઘાટ ઉતાર્યા છે,પંચમહાલ જિલ્લાના પ્રેમીયુગલ ઘરેથી પોતાનુ બાઈક લઈ ભાગ્યા અને સૌપ્રથમ ડાકોર દર્શને આવ્યા અને ડાકોરથી આશ્રય આપવાના બહાને ઈસમ આ યુગલને મહિસા લાવ્યો અને યુવકને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને તેની પણ હત્યા કરી નાખી.
30 કલાકમાં પોલીસે હત્યાનો ગુનો ઉકેલ્યો
ખેડા જિલ્લામાં ગતરોજ ચકચારી ડબલ મર્ડરની ઘટના બની હતી,મહુધા તાલુકાના મહિસામાં ખેતરમાંથી મળેલા બે મૃતદેહોમાં પોલીસે આ ડબલ મર્ડર મિસ્ટ્રીને 30 કલાકોમાં જ ઉકેલી દીધી છે,પોલીસે ડાકોરના સીસીટીવી તપાસતા તેમાં એક ઈસમ બાઈક પર આ પ્રેમી પંખીડાને બેસાડીને જતો દેખાયો હતો, જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો છે,સમગ્ર હત્યાનું ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા તાત્કાલિક એફએસએલ ફિંગર પ્રિન્ટ એક્સપોર્ટ ડોગ સ્કોર્ડ ને સ્થળ પર બોલાવી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પ્રેમી યુગલને બેસાડીને આરોપી બાઈક પર લઈ ગયો હતો
આ સાથે LCB,SOG,પેરોલ ફર્લો તથા મહુધા પોલીસ મળીને અલગ અલગ કુલ 10 ટીમો બનાવી ગ્રાઉન્ડ ઝીરો લેવલની કામગીરી હાથ ધરવામાં આવી હતી,આ દરમિયાન પોલીસ દ્વારા 150 થી વધુ સીસીટીવી બારીકાઈથી તપાસ કરવામાં આવતા ડાકોર ખાતે લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરામાં ડાકોરથી અલીણા તરફ ના રસ્તા પર આરોપી મૃતક યુવક બાઈક ચલાવતો હતો અને તેની પાછળ બંને પ્રેમી યુગલને બેસાડીને અલીણા તરફ જતો દેખાયો હતો.
બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે
આ અજાણ્યા યુવક કોણ હતો તે દિશામાં તપાસ કરતા બાતમીદારો પાસેથી જાણવા મળ્યું કે અજાણ્યો બાઈક ચાલક ઠાસરા તાલુકાના ખીજલપુર ગામનો પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા કે જેનું મૂળ વતન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વંદેલી ગામનો છે.એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ગોપાલસિંહને અંગત બાતમી મળી હતી તે મુજબ આરોપીને ખીજલપુર ગામના વસાવા ફળિયામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપીનું સઘન ઈન્ટ્રોગેશન કરી બનાવ બાબતેની સંપૂર્ણ વિગતોને યુક્તિ પ્રયુક્તિથી પૂછતા આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે પોતે ગુનો કર્યો હોવાની કબુલાત કરી અને કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તે પણ જણાવ્યું હતું.
આરોપી હડફ જિલ્લાનો રહેવાસી છે
મૂળ મહિસાનો અને પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વંદેલીમા રહેતો 40 વર્ષીય પ્રકાશ ઉર્ફે પકો ચંદુ નિનામા (હાલ રહે.ઠાસરાના ખિજલપુર,) ગઈકાલે ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યો હતો. યુવતીના લગ્ન હોય અને તેને ગામના અજય નામના યુવક સાથે પ્રેમ સબંધ હોય, તે લગ્નના આગલા દિવસે જ પ્રેમી સાથે ભાગી નીકળી હતી. બંને આશ્રયની શોધમાં હતા. પરંતુ યુગલ પાસે આઈડી પ્રૂફ ન હોવાથી કોઈપણ હોટલ કે ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આ દરમિયાન આ ઠાસરાના ખીજલપુરનો નરાધમ વિકૃત હવસખોર પ્રકાશ નિનામા ડાકોરમાં તેમને મળ્યો હતો. જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય શોધતું હોય, તેનો લાભ ઉઠાવી રહેવા માટે હુ આશ્રયની વ્યવસ્થા કરી આપુ છુ કહી વિશ્વાસમા લઈ લીધા.
યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ અને મોતને ઘાટ ઉતારી
બાદમાં પ્રેમીના મોટરસાયકલ પર આ ત્રણેય લોકો મહિસા ગામના એક ખુલ્લા ખેતરમાં આસરો આપી જણાવ્યું કે આજની રાત અહીં વિતાવી લો કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ,ત્યારબાદ રાત્રે પ્રેમી યુગલ ખાટલામા એક સાથે સૂઇ રહ્યા હતા તે દ્રશ્ય જોઈ પ્રકાશના મનમા હવસનો કીડો સળવળ્યો અને પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો અને બાદમાં યુવતી પર અર્ધ બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પણ વિકૃતની હવસ ન સંતોષાઈ જે બાદ યુવતીના ગુપ્તાંગમાં તમાકુનુ રાડિયું નાખી દઈ ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી.
સીસીટીવીમાં આરોપી ભાગતો હતો અને ઝડપાયો
પ્રકાશ નિનામાના પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પણ પત્ની સાથે અણબનાવ હોવાથી અલગ રહે છે.જે કારણે પ્રકાશે પહેલેથીજ આ યુવતી સાથે શારીરિક સબંધો બાંધવાના હેતુસર આ કૃત્ય આચર્યુ હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આરોપી મહીસામા રહ્યો હોય તે મહીસાની તમામ સ્થાનોથી પરિચિત હતો જેથી ઘટનાસ્થળ ખુલ્લા ખેતરમા આ પ્રેમી યુગલને લઈ આવ્યો હતો. આરોપી છૂટક મજૂરી કરે છે. અને પોલીસ તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે,આરોપી પ્રકાશ નીનામા ડાકોરના સીસીટીવી માં બંને પ્રેમી યુગલ સાથે બાઈક પર જતો દેખાયો હતો પરંતુ તે પહેલાથી જ ગુનાહિત ઈતિહાસ કરવાનો ઈરાદો હોય તેણે પોતાનો ચહેરો સીસીટીવીમાં ન દેખાય તે માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ટેકનિકલ સર્વલેન્સ ની મદદથી પોલીસે તેની ઓળખ મેળવી દીધી છે...













