ખેડા જિલ્લાના નડિયાદમાં ડીએસપી કચેરી ખાતે મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં એપ્રિલ મહિનામાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ક્રાઈમ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં. પોલીસવડાએ રાજ્યમાં એપ્રિલ મહિનામા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સહિત રાજ્યમા નોંધાયેલા ક્રાઈમ રેટ અંગે માહિતી આપી હતી.


373 ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યાં

રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરમા થયેલા આતંકી હુમલા બાદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. રાજ્યમાં અસામાજિક તત્વોના 373 ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યાં છે. 100 દિવસમાં અસામાજિક તત્વો પૈકી 7157ની ઓળખ કરવામાં આવી છે જે હાલ મારી પાસે છે. 772 તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી 25કરોડ રૂપિયા નો મુદ્દામાલ નાગરિકોને અર્પણ કરાયો છે.

4500 અસામાજિક તત્વોને પાસા હેઠળ ધકેલાયા

રાજ્યના પોલીસ વડાએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો પડકાર છે. સાયબર ફ્રોડ મામલે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ ફસાયેલા નાગરિકોને 13.5 કરોડ રૂપિયા પાછા અપાવ્યા છે. આ ઉપરાંત સાયબર ફ્રોડની 64 એફઆઈઆરમાં 100 લોકોની અટકાયત કરાઈ છે. 1046 ગુંડાતત્વોના ઘરના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. 4500 અસામાજિક તત્વોને પાસા હેઠળ અને બે હજાર લોકોને તડિપાર કરાયા છે. હાલમા ગુજરાત પોલીસ રાજ્યના દરેક જિલ્લામાં અસરકારક કામગીરી કરી રહી છે. ક્રાઈમ ફોર ગેઇન કરતાં ગુનેગારોની ઓળખ કરી બેંક ડિટેઈલ્સ મેળવવાની સૂચના તમામ અધિકારીઓ ને આપાઈ છે.


  • Follow us on: