- રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ
- ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં
- સાહિલ દુધકિયા, હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના શખ્સોની ધરપકડ
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ છે. જેમાં ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં છે. અમદાવાદ પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. તેમાં હિતેશ મેવાડા અને ભરત પટેલ, સાહિલ દુધકિયા તથા ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલ નામના શખ્સોની ધરપકડ કરાઇ છે.
ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 અલગ-અલગ ટીમ બનાવી
ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 અલગ-અલગ ટીમ બનાવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરી હતી. હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢવા મુદ્દે બાબલ થઇ હતી. જેમાં વિદેશી વિદ્યાર્થીએ લાફો મારતા મામલો બિચક્યો હતો. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે આ મામલે કહ્યું કે ઘટનાની જાણ થતાં 5 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આ મુદ્દે ન્યાયિક તપાસ કરશે. 20 થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે 300 વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. તેમ તેમણે કહ્યું હતું. JCP ક્રાઇમ નાં વડપણ હેઠળ તપાસ કરાશે અને એક વીડિયો જે આવ્યો છે તેની પણ તપાસ કરાશે.
લેપટોપ, ફોન અને બાઇક તોડી નાખ્યા હતા
વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, હોસ્ટેલ કેમ્પસમાં મસ્જિદ નથી, તેથી તેઓ રમજાન દરમિયાન રાત્રે નમાજ અદા કરવા માટે ભેગા થયા હતા. તેઓ નમાજ અદા કરી રહ્યો હતો ત્યારે લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોળું ઘણુ આક્રમક હતું. અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ કહ્યું કે ટોળામાં રહેલા લોકોએ નારા લગાવ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે તેમને હોસ્ટેલમાં નમાજ પઢવાની મંજૂરી કોણે આપી હતી. તેઓએ રૂમની અંદર પણ અમારા પર હુમલો કર્યો. લેપટોપ, ફોન અને બાઇક તોડી નાખ્યા હતા.