સુરતમાં વિદ્યાર્થીનીએ આપઘાતના પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. શહેરમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રીક્ષાચાલકના ત્રાસથી અંતિમપગલું ભરતા ફીનાઈલ ગટગટાવ્યું. વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા સિંગણપોર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


પાડોશીના ત્રાસથી લીધું અંતિમ પગલું

શહેરના સિંગણપોર વિસ્તારમાં કિશોરીએ આપઘાત કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ ફરિયાદમાં કિશોરી અને તેના પરિવારે જણાવ્યું કે પાડોશમાં રહેતા ભાવેશ સાથણીય નામનો શખ્સ સતત વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. પાડોશી હોવાના લીધે આખો દિવસ અવારનવાર આ શખ્સ કિશોરીની સામે આવતો હતો. જ્યારે પણ તે કિશોરીને સામે આવે ત્યારે પાડોશી ભાવેશ વિકૃત હરકતો કરતો હતો. ભાવેશ નામનો આ શખ્સ રિક્ષા ચાલક છે અને એટલે પોતાની મરજી મુજબ ધંધા પર જતો હતો. વિકૃત માનસિકતા ધરાવતો આ શખ્સ કિશોરીઓ અને સગીર બાળાઓને પોતાની હરકતોથી હેરાનપરેશાન કરતો.

પોલીસે વિકૃત પાડોશની કરી અટકાયત

રિક્ષા ચાલક ભાવેશની વિકૃત હરકતો એટલી બધી વધી કે ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ. કિશોરી ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગી. કારણ કે જ્યારે પણ કિશોરી ઘરની બહાર જતી ત્યારે આ શખ્સ તેની સામે આવી જાય અને બિભત્સ ચાળા કરવા લાગતો. કિશોરી ધોરણ-10માં અભ્યાસ કરતી હોવાથી વિકૃત વ્યક્તિની હરકતોના કારણે તેના અભ્યાસ પર પણ અસર થઈ. આખરે કિશોરી પાડોશી રીક્ષા ચાલકની હરકતોથી એટલી બધી ત્રાસી ગઈ કે તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ફીનાઈલ પીધા બાદ તેની તબિયત લથડતા પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરની સારવાર બાદ કિશોરીને તેના પરીવારે આમ, કરવાનું કારણ પૂછતા પાડોશીના વિકૃત વતર્નનો ભાંડો ફૂટયો. કિશોરીના પરીવારે વિકૃત માનસિકતા ધરાવતા પાડોશી વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે છેડતીખોર ભાવેશની પોલીસે ધરપકડ કરી .

  • Follow us on: