- ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
- સંતકબીર રોડ પાસે અકસ્માતમાં 2ના મોત
- સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા
રાજકોટમાં અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયુ છે. જેમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. સંતકબીર રોડ પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. ત્યારે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
શહેરના સંતકબીર રોડ પર આ ઘટના બની
શહેરના સંતકબીર રોડ પર આ ઘટના બની છે. જેમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં બાઇક પર પિતા-પુત્ર રસ્તા પર જઇ રહ્યાં હતા. જેમાં અચાનક બાઇક સ્લિપ થતા બાજુમાંથી પસાર થતા ટેન્ટરના ટાયર વચ્ચે પિતા-પુત્ર પટકાયા હતા. તેમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા દર્શ્યો સામે આવ્યા હતા. જેમાં અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા છે. તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચી ટોળા વિખેરી નાખ્યા છે.
કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો
અગાઉ શહેરના કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ગંભીર હતી કે અકસ્માતની આ ઘટનામાં રીક્ષાનો જ ખુરદો બોલી ગયો હતો. રીક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મૃત્યુ નીપજ્યા છે. 44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું હતુ. જ્યારે કે પતિ-પત્ની સહિત ચાર જેટલા વ્યક્તિઓ અકસ્માતના બનાવવામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતુ. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.