- ગાંધીનગર LCBની મોટી કાર્યવાહી
- બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કાવતરૂં કરતી ભૂમાફિયા ગેંગનો પર્દાફાશ
- પોલીસે 11 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી
ગાંધીનગર એલસીબીએ બોગસ દસ્તાવેજોના આધારે જમીન પડાવી લેવાના કાવતરાખોર આરોપીઓનો ખુલાસો કર્યો છે અને તેમને ઝડપી પાડ્યા છે. આ મામલે એલસીબીએ ચાર મહિલા સહિત 11 આરોપીઓને દસ્તાવેજ કરતા પહેલા જ ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ મામલે વધુ જાણકારી પ્રમાણે ગાંધીનગર એલસીબીની ટીમે બોગસ ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની જમીન પડાવવાનું કાવતરૂં કરતી ભૂ માફિયા ગેંગને ઝડપી લીધી છે. આ મામલે પોલીસે કાર્યવાહીમાં 4 મહિલાઓની સાથે 11 આરોપીઓને ઝડપીને અટકાયત કરી છે. પોલીસે જીતુ ગોસ્વામી નામના શખ્સ સહિત 11 આરોપીઓને ઝડપી પાડી બોગસ ડોક્યુમેન્ટ તથા મોબાઈલ કબ્જે કરી લીધા છે. આરોપીઓ ખોરજની 5144 ચોમી ખેતીની જમીનનો બારોબાર ખોટા ડોક્યુમેન્ટના આધારે દસ્તાવેજ કરવાની ફિરાકમાં હતા. જો કે આ શખ્સોની કારી ફાવે તે પહેલા જ ગાંધીનગર એલસીબીએ તેમને ઝડપી પાડ્યા છે.













